સામત્રામાં જિલ્લાકક્ષા વિજ્ઞાનમેળામાં રાજ્યના શિક્ષણમંત્રીની હાજરી બે દિવસ પ્રદર્શન‌ ચાલશે.

20181004_140704-800x439-1

સામત્રામાં જિલ્લાકક્ષા વિજ્ઞાનમેળામાં રાજ્યના શિક્ષણમંત્રીની હાજરી બે દિવસ પ્રદર્શન‌ ચાલશે.

જિલ્લાકક્ષાના ગણિત વિજ્ઞાન‌ પર્યાવરણ‌ પ્રદર્શનનું‌ ઉદઘાટન સામત્રા‌ પંચાયતી નિશાળ ખાતે થયું હતું. 75 કૃતિઓ‌ અહીં‌ બે દિવસ પ્રદર્શિત કરવામાં આવશે.સામત્રા શિક્ષણ સમિતી, દાતા કે.કે. પટેલ, વિજ્ઞાનમેળાના દાતા દેવશી વિશ્રામ વરસાણી સહિતનાનું શિક્ષણમંત્રીના હસ્તે સ્ન્માન કરાયું હતું. તો શાળા શિક્ષણમાં ઉપયોગી થતા દાતા આર.ડી. વરસાણીના પ્રદાનની અન્યદાતાઓ સાથે નોંધ લેવાઈ‌ હતી. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, સાંસદ વિનોદભાઈ, તાલુકા- જિલ્લાના રાજકીય સામાજીક સંગઠનાત્મક સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સામત્રાના પનોતાપૂત્ર અને સામાજીક મોભી આર.આર. પટેલ, તથા સ્થાનિક કાર્યકરોએ વિજ્ઞાનમેળાની મુલાકાત લીધી‌ હતી. બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જ્ઞાનમેળાની વ્યવ્સ્થા શિક્ષણતંત્રે સંભાળી હતી.