કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજતજયંતી ગરિમા મહોત્ત્સવ ઉપલક્ષ્યમાં તા.28/12/2018 પ્રથમ દિવસે સવારે 8:30 કલાકે માતા પિતા વંદનાથી મંગળાચરણ થશે. જેમાં ચોવીસીના સંતાનો ભાગ લઈ શકશે...આ એક એવો યજ્ઞ છે જે સંસ્કારનું બીજ રોપે છે અગનીદેવ અજાણે થયેલ ભૂલોને બાળે છે પ્રાયશ્ચિત કરવાની સ્થિતિ સર્જે છે. માતા પિતાની સેવા સૌથી મોટું તીર્થ છે એને ભૂલીને અપાયેલું કરોડોનું દાન કોડીનું છે સામા પક્ષે માવતર પણ ક્યાંક ક્યાંક ઉત્તરદાયિત્વ નિભાવવામાં ઓછપ દેખાય છે સંતાનોને સમય અપાતો ન હોવાની પણ ચિંતા છે. દીકરો કે દીકરી સચવાયેલી રહે એમાટે ભણવા મુકતા વાલીઓના મુખે શબ્દો સંભળાય છે કે ભણે કે ન ભણે પુરાયેલો તો રહેશે...બીજીબાજૂ આપસી વિવેકના અભાવે વિભક્ત પરિવારો,વાડીમાં કામ નહીં કરું અથવા તો લગ્ન પછી જૂદા રહેવાની શરતો...માવતરોના અંતિમવર્ષોમાં ક્યાંક ક્યાંક લાગણીઓની ઓટ એટલી વિઘાતક રહી કે માવતર અને સંતાનો મૃત્યુપર્યંત બોલ્યે વ્યવહાર ન રાખ્યો...પાંચમાં પૂછાય એવા આગેવાનો પણ સંતુલન ન જાળવી શક્યા જેનો લાભ અન્ય સમુદાયે લીધો..વૈધ વકીલો સમૃધ્ધ થયા..અને કણબીના ખોરડા ઘસાયા...આ સમસ્યાના મૂળમાં માતાપિતાના પોતાના પતિ- પત્ની તરીકેના સબંધમાં પાછળના દિવસોમાં સોહાર્દની કમી દેખાય છે...જેના કારણે સંતાનો બે ભાગમાં વહેચાઈ જાય છે આ સમસ્યા ચિંતન માંગી લે છે..આવો આપણે આપણાથી શરૂઆત કરીએ..સમાજ છત્ર નીચે આપણા પૂજ્ય ચરણને પખાળીએ...આવો શરૂઆત કરીએ....નામ નોંધાવવા 02832 231177 સંપર્ક કરો..