આવ ધૂતારા મને છેતર ; કણબીને છેતરવા ટોળકીઓને ખૂલ્લું મેદાન ? કોણ જવાબદાર

inCollage_20190820_095937828-960x960-18

આવ ધૂતારા મને છેતર ; કણબીને છેતરવા ટોળકીઓને ખૂલ્લું મેદાન ? કોણ જવાબદાર

તાજેતરમાં માંડવી નાગલપર વાડી વિસ્તારમાં રહેતા એક લેવા પટેલ પરિવારના યુવાન સાથે છેતરપીંડીની નવતર ઘટના ચર્ચામાં છે. એમના પિતાજીએ પોલિસમાં કરેલ અરજીઓ અને શ્રી કચ્છી લેવા પટેલ સમાજમાં કરેલ રજૂઆત મુજબ એમના પૂત્રને ભુજના એક સોનીએ શેરબજારમાં રોકાણ કરવા અને તગડો આર્થિક લાભ મળવા લલચાવ્યો હતો..અંદાજે બે કરોડ જેટલી રકમ અપાયા પછી ફસાઈ ગયેલ આ યુવાને ભુજની કુખ્યાત ટોળકીની શેહ રૂપિયા કઢાવી દેવા લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ....ધંધાદારી આ ઈસમો‌ પાસાના ગુનેગાર હોવાનું જિલ્લા એસ.પી.એ સમાજ પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું અને આખી ઘટનામાં આરોપી પક્ષે કેવા કેવા પ્રકારની ભૂલો આચરાઈ તેની વિગતે વાત કરી હતી. ભોગગ્રસ્ત પરિવારે પણ પોતાનો પક્ષ પોલિસવડા શ્રી સુભાષ તોલંબિયા અને આઈ.જી.શ્રી સમક્ષ રાખ્યો હતો. આખીએ ઘટનામાં પ્રથમ તો કણબી યુવાન ઘઊંનો વેપાર કરતો હતો અને રોકેલ નાંણા અબડાસા બાજુના ખેડૂતોના હોવાનું ફલિત થયું હતું. હા. એ વાત ખરી કે શેરબજારમાં મોટા ફાયદાની લાલચ આપનાર ઈસમે આ યુવાનને રૂપિયા વધારી દેવાની લાલચમાં ફસાવ્યો છે.. પણ ભોળપણ કહો કે અજ્ઞાનતા કે પછી ટૂંકાગાળામાં રૂપિયાવાળા થઈ જવાનો શોર્ટકટ ધૂતારો તો શિકાર શોધતા જ હોય .. એનો તો એ ધંધો છે.. પણ પૈસા આપનારે વિચારવાનું રહ્યું..કેમ આવી ઘટના અન્ય જ્ઞાતિ સમાજોની નથી બનતી ?? શું છેતરાવા માટે આપણે જ છીએ ?? રોજબરોજ પ્રકાશમાં આવતી ઘટનાઓથી આપણે ન શીખવાના સોગંધ લીધા હોય એમ આપણે જાગતા જ નથી..??? માંડવી લેવા પટેલ સમાજના મંચ પરથી અનેક વખત જાહેરમાં ચેતવવામાં આવે છે.. નારાણપર બળદિયા માધાપર સુરજપર કેરા સુખપર અને માંડવીમાં કામના કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયા છેતરી જવાની ઘટનાઓ હોય કે સોનાનો ઘડો મળશે એવી હાસ્યાસ્પદ ઓપરેન્ડી હોય અરે આવી અનેક વાતો હજી ભૂલાઈ નથી ત્યાં રોજ રોજ આવી વાતો બહાર આવી રહી છે.. આવ ભેંસ મને માર જેવો તાલ છે.. શું આપણે ક્યારેય નહીં જાગીએ... ???? રૂપિયાએ ખોયા અને સામે ફરિયાદ અને હાલ જેલમાં સબડવું ..આ ઘોર અન્યાય છે ઘઊં લેનાર અન્ય એક‌ વેપારી 67 લાખ ન આપ્યા !! અગાઉ પણ દગો કર્યો છતાં બીજીવાર વેપાર કર્યો... એ વાત કબૂલવી પડે કે વિશ્વાસએ આપણી મોટી ભૂલ છે ..શ્રી કચ્છી લેવા પટેલ સમાજ એ દરેક પરિવાર સાથે છે.જે નિર્દોશ હોવા છતાં વિશવાસ કરવાના કારણે ફસાયા છે .. તંત્રને નિષ્પક્ષ તપાસ કરવા અને બંન્ને પક્ષે કાર્યવાહી માટે સમાજના પ્રતિનિધિ મંડળ દ્વારા તંત્રને કહેવાયું છે પણ ચીટર ગેંગ ગણતરી પૂર્વક ચાલ રમે અને વિશ્વાસુ વિશ્વાસે આગળ વધે છે એ ન ભૂલવું જોઈએ કે કોઈ આપણાં માટે નાંણા ક્યારેય ડબલ કે વધારી દેવાનો નથી..દરખાસ્ત આવે કે જાળ બિછાવાય ત્યારેજ લાઈટ કેમ નથી થતી ?? હવે જમાનો વિશ્વાસનો નથી સો વાર વિચારીને વ્યવહાર કરવાની વાત છે ભગવાન શ્રી સ્વામિનારાયણના અનુયાયી હોવા છતાં લખતવાર વ્યવહાર કરવાના ભગવાનના આદેશને કેમ અનુસરતા નથી ?? મા સીતાનું હરણ કરવા રાવણે વેશ ધર્યો હતો.. અને હરણની લાલચે રામાયણ સર્જી દીધી.... ફસાઈ જનાર ન તો કાયદાનું પાલન કરે છે અને ન તો ધર્મગ્રંથોના ઉપદેશનું . લાલચ લોભ ડૂબાડે છે...ત્યારે જ આવાં માઠા પરિણામના ભો આપણે બનવું પડે છે ..એ ન ભૂલો એક વારની ભૂલ ભોળપણ હોઈ શકે પણ બીજીવારની ભૂલ મુર્ખતાથી ઓછી નથી. પારાવાર પીડામાં માંડવી નાગલપરનો પરિવાર છે અને જૂદી જૂદી રીતે છેતરપીંડીનો‌ ભોગ બનેલા અન્યો પણ છે ..કાયદા કલમોની ચાલબાજીમાં ફસાવી દેવાયા છે એ સૌ કોઈ ભોગગ્રતોની સાથે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ છે.આ કિસ્સો લેવા પટેલો ઉપરાંત જન સામાન્યની જાગૃતિ અર્થે અહીં પ્રસ્તુત છે...