કચ્છી લેવા પટેલ સમાજ ભુજ યુવા એકતા સાઈકલ ગરિમા યાત્રા રવિવાર તા. 9/12/2018 માધાપર સરસ્વતી વિધાલય ખાતેથી સવારે 6:30 કલાકેથી પ્રસ્થાન કરશે. 1965 માં ભુજ સમાજની સ્થાપનાની પ્રથમ બેઠક આ સ્થળે મળી હતી. અને સમાજપ્રેમી કાર્યકરોએ ઘરોઘર સાઈકલથી જઈ પત્રિકાઓ વહેંચી હતી અને કપરા કાળમાં ભુજ સમાજ જેવી મહાન સંસ્થાની સ્થાપના કરી હતી. આ પુરુષાર્થની સમાનુભૂતી કરવા ચોવીસીના યુવાનો સમાજ છત્રે યુવા એકતા ગરિમા સાઈકલ યાત્રા યોજશે. પરોઢે 6 વાગ્યે માધાપર સરસ્વતી વિધાલય ખાતે એકત્ર થઈ સમાજ પરસ્તીના શપથ લેવામાં આવશે.. સમાજ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાનના ધ્યેયને હાંસલ કરવા સંગઠનની મશાલ પ્રગટાવવામાં આવશે... આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સૌ સમાજ પ્રેમી ભાઈ બહેનોને વિનંતી કરાઈ છે. કચ્છી લેવા પટેલ સમાજ સંસ્થા સંતાન છે જ્યારે જ્ઞાતિ માતા તૂલ્ય છે ..જેમ માતાને મળવા પૂત્ર સામે ચાલી જાય તેવી ભાવનાથી ભુજ સમાજ નમ્ર હૃદયની ઊર્મિઓથી જ્ઞાતિગાંગાને સમાજ વસુંધરાને તરબતર કરવા આમંત્રિત કરવા ચોવીસીના ગામોગામ આમંત્રણ આપશે.. આપ પણ આ સાહસ યાત્રામાં જોડાઈ શકો છો..વધુ વિગત અને નામ નોંધાવવા 02832 231177 ભુજ સમાજનો સંપર્ક કરવા જણાવાયું છે. આ યાત્રા માટે જનજાગ્રતિ અને યુવક યુવતીઓને જોડવા ભુજ સમાજની ત્રણેય પાંખોના કારોબારી જહેમત ઉઠાવી રહ્યા છે.