તમે એકલા નથી સમાજ તમારી સાથે છે...તમે અહીં કાચા માર્ગે ...સાઈકલવીર જવાનોએ એકસૂરમાં કહ્યું સમાજ સંગઠનનો માર્ગ કઠીન છે અહીં કર્મ મહાન છે અમે સમાજનો સંદેશ પાઠવવા આવ્યા છીએ..કચ્છી લેવા પટેલ જ્ઞાતિનો છેવાડાનો પરિવાર સમાજના હૃદય માં ધબકે છે..એક સાથે 81 સાઈકલનો કાફલો ડોણ વાડીવિસ્તારમાં દૂર્ગમ પંથે આગળ વધી રહ્યો છે ફૂલ હાર , કઠી કુમ કુમ તિલકથી સ્વાગત થયું..કડકડતી ઠંડીમાં ભાઈચારાની ફૂંફ હતી...ભુજ માધાપર સુખપર સહિતના ગામડેથી જોડાયેલ સાઈકલવીરોને પ્રથમવાર ખબર પડી કે આપણાં બંધુઓ આમ માલધારીની જેમ દૂર્ગમ વિસ્તારોમાં પથરાયેલા છે એને સમાજના પ્રવાહમાં લાવી ઘર ઘર સુખાકારી અને સ્વમાનની પ્રાણપ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ લેવાયો...હર હર સમાજ , ઘર ઘર સમાજના બૂલંદનારા સાથે યાત્રા આગળ ધપતી રહી. વહેલી પરોઢે 6 કલાકે માંડવી સમાજનું મેદાન ગાજવા લાગ્યું ..સમાજ પ્રમુખ માવજીભાઈ રાબડિયા, મંત્રી વાલજી હાલાઈ,દાતા કાંતિભાઈ છભાડિયા,શીવજીભાઈ છભાડિયા, વિશ્રામભાઈ કેરાઈ, કિશોરભાઈ કાનજી રાબડિયા તથા અનેક યુવાનો ભુજ સમાજ કારોબારી સભ્ય દેવજીભાઈ છભાડીયા, યુવક સંઘ માંડવી પ્રમુખ વીરજીભાઈ છભાડિયા સૌ જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર હતા.અને સહિયારો સાથ આપ્યો હતો..60 વર્ષિય માવજીભાઈ છભાડિયાએ રૂટ પૂરો કરી ઉત્સાહ વધાર્યો... સમાજના આશીર્વાદ સાથે અલ્પાહાર લઈ 6:40 મિનિટે ઘંટડીઓ રણકી ઊઠી...માંડવી વિસ્તારની પ્રથમ પત્રિકા માંડવી સમાજને અર્પણ કરતાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજના મંત્રી કેશરાભાઈ પિંડોરીયા એ કહ્યું માંડવી સમાજ અમારો પ્રેરણા સ્ત્રોત છે..અમારું હૃદય છે..આપ સૌને મહોત્ત્સવના ચારેય દિવસ સઘરું પધારવા આમંત્રણ છે..આ 54 કિ.મી. નો ચારકાંધા રૂટ અંકે કરવા યુવાનો સાથે નવ- નવ વર્ષના આકાશ, સ્વપ્નિલ, પ્રકાશ સાથે છે તો માધાપર અને નાગલપરની યુવતીઓ પણ સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે મજબૂત આગેવાની સંભાળી હતી. નાગલપરમાં નાગનાથ મહાદેવ દ્વારે યાત્રાનું ભાવભીનું સ્વાગત સન્માન ...અને સમાજના નારા ગૂજતા રહ્યા..બહેનોએ પણ આમંત્રણ સ્વિકાર્યું....માંડવી સ્વામિનારાયણ મંદિરે હરિકૃષ્ણ મહારાજના દર્શન આરતી બાદ માંડવી મંદિરના મહંત સ્વામીએ હારારોપણ કર્યું...શાસ્ત્રી આચાર્ય સૂર્યપ્રકાશ જી.કે. એ કહ્યું સમાજની આ સાઈકલ યાત્રા સૌને જોડશે..અને ભવિષ્યમાં અન્ય સંસ્થાઓ માટે પ્રેરક બનશે તેમણે સમાજનો ઉત્ત્સવ અને દરેક કાર્યો સફળ થાઓ...એવા આશીર્વાદ આપ્યા...સાંખ્યયોગી બહેનોને પત્રિકા અપાઈ..માંડવી સમાજના મોભીઓએ એ ભાવનાથી પેંડલ માર્યા કે 1965 માં ભુજ લેવા પટેલ સમાજની રચના વખતે તે સમયના વડિલોએ કપરા સંજોગોમાં સાઈકલથી ઘર ઘર પત્રિકા આપી સંગઠનની રચના કરી હતી...જય ઘોષ સાથે કલવાણ રોડ થઈ ભારાપર ગામમાં સ્વાગત થયું... બહોળી સંખ્યામાં બહેનો હાજર હતા... સાઈકલ આગળ ચાલતો ગરિમા રથ દેશભક્તિના ડી.જે.થી ગાજતો ગજાવતો આગળ વધતો હતો અને આમ નાગરિકોમાં જોમ જૂસ્સો ભરતો રહ્યો..ગોધરા બસ સ્ટેન્ડ પાસે લોકો એકત્ર થયા હતા.. ત્યાં સાઈકલઅને સ્વાસ્થ્યનો સંદેશ અપાયો..ગોધરા સ્વમિનારાયણ મંદિર પાસે થયેલું સ્વાગત અને ઊપસ્થિતિ બયાં કરતી હતી કે જ્ઞાતિ તૈયાર છે સમાજ સાથે જોડાવવા..ઈજન આપવાની જરૂર છે..વેઈટ અને વોચનો કાળખંડ પૂરો થયો હવે આવો એકબીજાં ઉપર સંપૂર્ણ શ્રધ્ધા સાથે સંગઠન રચીએ....ગોધરાથી વાડીઓ ચીરતો માર્ગ ડોણ પહોંચ્યો......કોડાય સ્વામિનારાયણ મંદિરમાં દૂધપીણા થયા...ઠંડીમાં સંગઠનની હૂંફ અર્પતું દૂધ સાથે જ્ઞાતિ ગાંગા ના આશીર્વાદ પ્રાપ્ત થયા.. કેતન સિયાણીએ શાબ્દીક આવકાર્યા...પત્રિકાઓ વિતરિત કરી...જખણિયા પ્રસ્થાન રેખા પહોંચ્યા..આ વિસ્તારના કૃષક ભાઈ બહેનોને આમંત્રણ આપ્યું..માંડવી ચારકાંધા પહેલીવાર જોનારને અચંબો હતો..તો યુવક સંઘની સારી પ્રવૃત્તિ ને વ્યુહાત્મક રીતે સમજી મહત્ત્વ આપી ભુજ સમૂહલગનના માહોલ માંથી સમય ફાળવી પુરેપુરી યાત્રામાં ભાગ લેનાર કેશરાભાઈ પિડોરીયાએ કહ્યું...દર 31/10 સરદાર પટેલ જયંતીએ સાઈકલયાત્રા યોજવી જોઈએ..તેમણે ભુજ સમાજ વતી સૌનો આભાર માન્યો હતો. સંકલન સહયોગી રાજેશ પિંડોરીયાએ ઉત્ત્સાહ વધાર્યો હતો..તો..સમગ્ર સાઈકલ પ્રક્લ્પના પ્રણેતા ડો.દિનેશભાઈ પાંચાણી અને તેની બાઈસિકલ કલબની નોંધ લેવાઈ હતી...તા. 23/12 ના સુખપર (રોહા) સાઈકલથી પત્રિકા અપાશે તે સાથે ઘર ઘર સાઈકલથી પત્રિકા અભિયાન વિરામ પામશે.