બેફિકરાઈ છોડો...સહાનુભૂતિ ગુમાવશો..વિદેશથી આવેલા ચોવીસીના પરિવારો

20200324_112350-3

બેફિકરાઈ છોડો...સહાનુભૂતિ ગુમાવશો..વિદેશથી આવેલા ચોવીસીના પરિવારો

હાલમાં સમગ્ર ભારત દેશ કોરોના વાયરસના સંક્રમણથી ઝઝૂમી રહ્યો છે સામાન્ય લોકોએ મનમાં એવી ધારણા એ ગાંઠ બાંધી લીધી છે કે આ રોગ વિદેશથી જ આવ્યો છે અને પ્રસાર માધ્યમોમાં પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી છે ભારતમાં છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ આવેલા કેસોમાં વિદેશથી આવેલી વ્યક્તિ પોઝિટિવ છે આવામાં ચોવીસીના વિદેશ વસતા પરિવારો માદરે વતન કચ્છ આવ્યા છે તે પૈકી અમુકને ઘરમાં રહેવા સૂચના અપાઇ છે અને જરૂરી સંક્રમણ ટાળવા તકેદારી રખાઈ રહી છે આવા પરિવારો જ્યાં રહે છે તે ગામમાં અને શેરીમાં જિલ્લા આરોગ્ય તંત્ર નામજોગ સ્ટિકર લગાવ્યા છે એમાં કઈ તારીખ થી કઈ તારીખ સુધી કઈ વ્યક્તિ આ મકાનમાં છે અને આ મકાનમાં મુલાકાત લેવી નહીં તેવું જણાવેલ છે દરમિયાન એવું જોવામાં આવ્યું છે કે ચોવીસીના વિદેશથી આવેલ પરિવારોના અમુક ઘરમાં રહેવાનું પસંદ કરતા નથી અને એકબીજાનો સંપર્ક કરી રહ્યા છે હળી મળી રહ્યા છે આ હકીકત સ્થાનિક લોકોના ધ્યાનમાં આવી છે અને સમાચાર માધ્યમોમાં પણ ચમકી છે સામાન્ય રીતે આરોગ્યના બાબતમાં બિનનિવાસી વર્ગ વધુ સજાગ હોય એવું ચિત્ર છે નાની સરખી ગંદકીમા નાકનું ટેરવું ચડાવતો આ વર્ગ વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના નામના રાક્ષસ સામે લડવામાં બેરસ છે એવું ચિત્ર ઊપસ્યું છે આ સંદર્ભે રખાયેલ વ્યક્તિઓના ફોન નંબર ઉપર સંપર્ક કરતા અમુક વ્યક્તિઓ તેના સગા સ્નેહીઓ પાસેબબેસણામાં ગયા હોવાનું જણાવેલ છે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા દૂરંદેશી ભર્યો નિર્ણય લઇ ગામડાના શહેરના અને વિદેશના મંદિરોમાં અમુક સમય મર્યાદા સુધી પ્રત્યક્ષ દર્શન ની ક્રિયા સંપૂર્ણ બંધ કરી દીધેલ છે પરમ પૂજ્ય મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી એ પણ દ્રશ્ય-શ્રાવ્ય સંદેશામાં હરિભક્તોને જાગૃત કરેલ છે શ્રી કચ્છી લેવા પટેલ સમાજે પણ 14 દિવસ સુધી વિદેશથી આવેલ વ્યક્તિ કે પરિવાર પોતાના જ ઘરમાં અલગ રહે અને પોતાનું અને સ્વજનોનું રક્ષણ કરવા માટે જાગ્રત થાય તેવી અપીલ કરેલ છે તેમ છતાં ચોવીસીના અમુક ગામોમાં બિનનિવાસી વર્ગ ગામ કે ઘરની બહાર જોવા મળી રહ્યો છે જેના કારણે સ્થાનિક લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે અને સહાનુભૂતિ માં ઘટાડો થઈ રહ્યો છે સામાન્ય રીતે હાઇજેનિક ની સલાહ આપતો આ સમુદાય શા માટે આવું વર્તન કરે છે એ સમજાતું નથી ઇટલી જર્મની સ્પેન ફ્રાંસ અને બ્રિટનમાં કોરોના હાહાકાર મચાવી દીધો છે બ્રિટનમાં એક વ્યક્તિ પણ જો મૃત્યુ પામે તો આખી સરકાર ડગમગી જાય છે પરંતુ આ વખતે કોરોના ને લીધે 200 થી 250 લોકો ગયા હોવા છતાં બ્રિટને lockdown કરેલ નથી આ વાત યોગ્ય ન હોવાનું લન્ડન માં રહેતા કચ્છી આગેવાનો જણાવી રહ્યા છે બ્રિટિશ ગવર્મેન્ટ નું માનવું છે કે જો લોકોને ઘરમાં બેસાડવામાં આવશે તો માનસિક અન સાયક્ય પ્રોબ્લેમ થવા સંભવ છે પરંતુ બીજી બાજુ લન્ડન માં દિનપ્રતિદિન સ્થિતિ ખરાબ થતી જાય છે પોતાની કર્મભૂમિ માંથી વતનમાં આવેલા પરિવારો સૌને હલે મળે પોતાના વ્યવહારિક કામો પતાવે એમાં કોઈને જરા સરખો પણ વાંધો નથી પરંતુ જ્યારે સ્થાનિકો પણ પોતાના ઘરમાં સાર્વજનિક હિતને લઈને સીમિત છે ત્યારે બિનનિવાસી વર્ગ બિનજરૂરી વિવાદો પેદા ન થાય તે જોવું રહ્યું. સ્થાનિક લોકોને વિદેશથી આવેલા હમ વતનીઓ પ્રત્યે કોઈ પણ ધૃણા કે અદેખાઈ નથી પરંતુ એ વાસ્તવિકતા છે કે અત્યાર સુધી ગુજરાત કે ભારતમાં પ્રથમ સ્ટેજના દર્દીઓ ભારત બહારના છે કે ભારત બહારથી આવેલા બિનનિવાસી ભારતીયો છે.