ઈતિહાસ
તા. 14/03/1965, રવિવાર વિક્રમ સવંત 2021, ફાગણ સુદ એકાદશીના રોજ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય ખાતે કચ્છના લેવા પટેલ જ્ઞાતિની એક બેઠક મળી જેમાં સમાજ રચના કરવા નિણર્ય લેવાયો. તા.26/12/1965 બંધારણ મંજુર થયું જેને તા. 27/02/1966 ના બહાલ કરાયું. ત્યારથી આજ'દિ સુધી સમાજે જ્ઞાતિજનો માટે ધો - 1 થી હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કર્યો છે તો સમુહલગ્ન, રમતગમત, પ્રવાસ પર્યટન અને આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક કાર્યો સાકાર થયાં છે. સમાજ વિકાસમાં જ્ઞાતિજનોનો સહિયારો પુરુષાર્થ, શ્રેષ્ઠિવર્ય દાતાઓનો મજબૂત વિશ્વાસ અને સમાજ પ્રેમે તન મન ધનથી થયેલી અનેક સેવાઓ ચાલકબળ બની છે. આ સંસ્થા વિશ્વવાસી કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની માતૃ સંસ્થા છે.