શ્રી કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાલય શાળા, ભુજ
લેવા પટેલ સમાજે કન્યા કેળવણીનું ધ્યેય હાંસિલ કરી લીધા પછી કુમાર શિક્ષણ માટે શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવા વર્ષ ૧૯૯૮ માં શ્રી કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાલય ભુજ શરુ કર્યું. જેના નામકરણ દાતા માતૃશ્રી રતનબેન દેવજી વરસાણી ગામ સામત્રા હતા. તેથી આ શાળા આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલયથી ઓળખાય છે.
ધો. ૮ ના ૬ વર્ગોથી શરુ થયેલ શાળા હાલ પ્રાથમિક વિભાગ, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક ( સામાન્ય - વિજ્ઞાન પ્રવાહ ) ના શિક્ષણ સાથે ૧૮ વર્ગો કાર્યરત છે અહીં એક સમયે સંખ્યા 1048 ઉપર પહોંચી હતી. હાલ ૮૫૦ જેટલા કુમારો અભ્યાસ કરે છે.
શ્રી કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાધામ - ભુજ -કચ્છ
કુમારોને શિક્ષણ પ્રકલ્પના અનુસંધાને સમાજોની શાળામાં અભ્યાસ કરવા આવતા કુમારોમાટે આવાસ વ્યવસ્થા ઉભી કરવાનું નક્કી થતા ઈ.સ.૧૯૯૯ માં શ્રી કચ્છી લેવા પટેલ કુમાર વિધાધામ, ભુજની સ્થાપના કરવામાં આવી હતી. ઈ.સ ૨૦૦૧ માં અહીં વિજ્ઞાન પ્રવાહ શરુ કરાયો.
મેં. લક્ષ્મણભાઈ કન્સ્ટ્રકશન કો. છાત્રાલય વીંગ
મેં. લક્ષ્મણભાઈ કન્સ્ટ્રકશન કો. કુમાર વિધાધામ નામકરણ ઈ.સ. ૧૯૯૮-૯૯માં કરવામાં આવ્યું.
માતૃશ્રી કુંવરબેન કરસન રૂડા હાલાઈ છાત્રાલય વિંગ
માતૃશ્રી કુંવરબેન કરસન રૂડા હાલાઈ કુમાર વિદ્યાધામ (છાત્રાલય) નામકરણ
કુમાર વિદ્યાધામમાં આવાસિય વ્યવસ્થાની એક છાત્રાલય વિંગના દાતા ગોડપરના દેવશીભાઈ કરસન હાલાઈ પરિવારે માતા કુંવરબેન કરસન રૂડા હાલાઈ કુમાર વિધાધામ ( છાત્રાલય ) વિંગ નામકરણ કર્યું. વર્ષ - ૨૦૦૪-૦૫ માં આ વિંગનું ઉદ્દઘાટન કરાયું હતું.
શ્રી લાલજીભાઈ રૂડા પિંડોરિયા રમતગમત સંકુલ
જ્ઞાતિની રમતગમત પ્રવુતિઓને વેગ આપવા વિવિધલક્ષી મેદાન ની જરૂરત હતી તે ઈ.સ. ૨૦૦૪ - ૦૫ માં ગામ કુંદનપરના શ્રી મુરજીભાઈ લાલજી પિંડોરિયા પરિવારના દાનથી નિર્માણ થયું. અને તેમના પિતાશ્રીના નામ સાથે લાલજીભાઈ રૂડા પિંડોરિયા રમતગમત સંકુલ નામકરણ થયું.