લેવા પટેલ જ્ઞાતિના ગરીબ દર્દીઓને સામાજિક સ્તરે આરોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવા હેતુથી ઈ.સ. ૨૦૧૫ ના કચ્છી લેવા પટેલ સુવર્ણજયંતી પ્રસંગે સુવિધાકાર્ડ યોજના અમલમાં મુકવામાં આવી.
તે અંતર્ગત દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલ જ્ઞાતિજન આ કાર્ડ ધરાવી શકે છે અને ભુજ સમાજની M.M.P.J. હોસ્પિટલમાં ૨૦ થી ૩૦ ટકા સુધી રાહત દવા અને સારવારમાં મેળવી શકે છે. આ યોજનામાં અત્યાર સુધી ૩૮૫૩૬ કાર્ડ અપાઈ ચૂકયા છે. આપાતી રાહતની ભરપાઈ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ પોતાના ફંડમાંથી કરે છે. અને તેટલી રકમ M.M.P.J. હોસ્પિટલને પ્રતિ વર્ષ ચૂકવી આપે છે.
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વર્ષ ૨૦૧૮માં કૃષિ સઘ્ધરતા યોજના અમલમાં મૂકી છે જેનો હેતુ જ્ઞાતિના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેત ઉત્પાદન વધારે તે છે. હાલ આ અભિયાન હેઠળ ચોવીસીના ગામોગામ લેવા પટેલ જ્ઞાતિના ખેડૂતોના સર્વેનંબર પ્રમાણે ફોર્મ ભરી જમીન ચકાસણી કરાઈ રહી છે.
ભુજ ખાતે હ્રદયરોગ, કિડની, કેન્સર જેવાં જટિલ રોગોની સારવાર માટે મલ્ટિસ્પેશ્યલીસ્ટ હોસ્પિટલ સમાજ હેઠળ શરુ કરવાની વિચારણા પ્રગતિમાં છે.